ઋષિ સુનકને વડા પ્રધાન પદેથી હાંકી કાઢવાનું કાવતરૂ
સરકારનું બજેટ મતદાનના સર્વેને સુધારવામાં નિષ્ફળ ગયા પછી લેડી મેકઆલ્પાઈનની આગેવાની હેઠળ ટોરી સાંસદોએ ઋષિ સુનકને વડા પ્રધાન તરીકે દૂર કરવા માટે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. બોરિસના લાંબા ગાળાના ચાહકો દ્વારા આ માટે સંકલન કરવામાં આવી રહ્યું છે અને બોરિસ જૉન્સન તેમની પહેલી પસંદ છે.

કન્સ્ટ્રક્શન ટાયકૂન સર વિલિયમની વિધવા લેડી મેકઆલ્પાઈને 50 થી વધુ સાંસદો અને સાથીઓની મીટિંગનું આયોજન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ભંડોળ પૂરું પાડ્યું હતું.

બજેટ પહેલા આયોજિત બેઠકમાં એક સાંસદે કહ્યું હતું કે ‘મને પહેલા લાગતું હતું કે બીજા વડાપ્રધાનને હટાવવા તે ખૂબ અવિચારી હશે, પરંતુ હવે મને નથી લાગતું કે અમારી પાસે કોઈ વિકલ્પ છે.’

લેડી મેકઆલ્પાઈને ધ મેલ ઓન સન્ડેને કહ્યું હતું કે ‘હું ચિંતિત છું કે ટોરી પાર્ટી મૂળમાંથી સડેલી છે. અમને નવા કોન્ઝર્વેટીવ મૂલ્યોની જરૂર છે, અને બોરિસ તે વ્યક્તિ છે જે તેને પહોંચાડે છે. પાર્ટીને સફળતા તરફ લઈ જનાર કરિશ્મા ધરાવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. અમને બોરિસ પાછા જોઈએ છે.’

જેરેમી હન્ટે બુધવારે તેમનું બજેટ રજૂ કર્યું ત્યારથી, ચૂંટણીમાં ટોરીઝની લોકપ્રિયતા 18 ટકા જેટલી નીચી થઈ ગઈ છે.

એક ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટરે કહ્યું હતું કે ‘જો બોરિસ સામાન્ય ચૂંટણી માટે પાછા આવે તો તેઓ 80 જેટલા સાંસદોને બચાવી શકે છે. તે કન્ઝર્વેટિવ્સને મત આપવાનું આશાનું કારણ બનશે. પાર્ટીએ ઝડપથી જાગવાની જરૂર છે. ‘
વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/coup-against-sunak/


0 التعليقات 0 المشاركات 107 مشاهدة 0 معاينة
إعلان مُمول